Gujarat

સાવરકુંડલામાં સી.આર.સી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૫ /૧૨ /૨૦૨૨ ના રોજ સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર ૫ ખાતે સી.આર.સી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. જેમાં સીઆરસી એક સાવરકુંડલાના ક્લસ્ટર એકની શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના અવનવા મોડલ બનાવ્યા હતા તેમાં વિભાગ એકમાં પે.સેન્ટર શાળા નંબર ૧ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલ ફાયર સેફ્ટી હાઉસ પ્રથમ નંબર આવી હતી .તેમજ વિભાગ બે માં બ્રાન્ચ શાળા નંબર ૫ ની કૃતિ પ્રથમ આવેલ હતી તેમજ વિભાગ ૩ માં ધજડીપરા  પ્રાથમિક શાળાની કૃતિ પ્રથમ આવેલ હતી તેમજ વિભાગ ૪ માં બ્રાન્ચ શાળા નંબર ચાર ની કૃતિ પ્રથમ આવી હતી તેમજ વિભાગ પાંચમાં હાથસણી વાડી વિસ્તાર પ્રાથમિક શાળા  ની કૃતિ પ્રથમ આવી હતી .આ તકે ક્લસ્ટર એકના સી.આર.સી વિપુલભાઈ દુધાત દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને  બિરદાવ્યા  હતા તેમજ દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ  આપ્યા હતા તેમ જ અંતમાં બાળકોને નાસ્તો પણ કરવામાં આવ્યો હતો .આ તકે ક્લસ્ટર એકના ગણિત વિજ્ઞાનના શિક્ષકો હિતેશભાઈ જોશી, હિરેનભાઈ જીકાદરા ,ભાર્ગવભાઈ પંડ્યા, વિજયભાઈ ત્રિવેદી, ક્રીપાલભાઈ, રવીયા જાગૃતિબેન ,પારુલબેન વૈષ્ણવ, ઉપાધ્યાય યોગીતાબેન અંકિતાબેન હાજર હતા.

IMG-20221205-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *