Gujarat

સાવરકુંડલામાં સેવા, કર્તવ્યનિષ્ઠા, પરિશ્રમ, ત્યાગ, સમર્પણની ભાવના સાથે પોતાનું જીવન સમર્પિત કરનારા કોરોના વોરિયર્સ અને આરોગ્ય કર્મચારી તરીકે જીવન વ્યતીત કરનારા સ્વ. રામજીભાઈ ઉકાભાઈ મહિડાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા પુષ્પાંજલિ બુધ્ધવંદના અને બાળકોને બટુક ભોજન અને ગાયોને લીલો રજકો આપવામાં આવેલ

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
.
———————————————————————
તા.૨૧/૦૪/૨૦૨૨ ના રોજ સેવા, સંઘર્ષ, કતૅવ્યનિષ્ઠા, પરિશ્રમ, ત્યાગ, સમપૅણ, સમૃદ્ધ જીવન જીવી જનાર શબ્દોમાં જેને વર્ણાવીના શકાય, એવુ અલગ વ્યક્તિત્વ ધરાવનાર આરોગ્ય કમૅચારી તરીકે ફરજ બજાવતાં સ્વ.રામજીભાઈ ઉકાભાઈ મહિડા ( મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર પ્રા.આ.કેન્દ્ર મોટા ઝીંઝુડા) કોરોના વોરીયર્સની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ “જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” સાવરકુંડલા દ્વારા પુષ્પાજંલી, બુદ્ધ વંદના કર્યા બાદ હાથસણી રોડ વોર્ડ નંબર ૫ માં આવેલ આંગણવાડી કેન્દ્રો જેમાં નાગનાથ સોચાયટી, નિમૅળનગર, ખોડીયાર નગર, રાધેશ્યામ સોચાયટી, આસોપાલવ સોચાયટી, વાડી વિસ્તાર ની આંગણવાડી કેન્દ્રોના  આંગણવાડી કર્મચારી રેખાબેન,ભાવનાબેન,હંસાબેન, તમન્નાબેન, સંગીતાબેન, હીરાબેન, પુનબાઈબેનના આંગણવાડી કેન્દ્રોના  નાના બાળકોને બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે. નિર્મળનગરના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવેલ હતુ. ઉપરાંત હાથસણી રોડ પર જીવદયાની સેવાકિય પ્રવૃત્તિમાં ગાય માતાને લીલો રજકો નાખવામાં આવેલ હતો,. આ બધી સેવાકિય પ્રવૃત્તિના દાતાશ્રી સ્વ.રામજીભાઈ ઉકાભાઈ મહિડા હસ્તે. ગં.સ્વ.લીલાબેન રામજીભાઈ મહિડા રહ્યા હતા. તે બદલ ખૂબ જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા આભાર પ્રદર્શિત કરવામાં આવેલ.

IMG-20220421-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *