Gujarat

સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટરનાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પંદર વર્ષથી અઢાર વર્ષ સુધીનાં બાળકોને કોવેક્સિનના પ્રથમ ડોઝ આપવાની કામગીરી પૂરજોશમાં. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સાવરકુંડલા શહેરનાં પત્રકાર બિપીનભાઈ પાંધીએ કન્યા કેળવણી માટે સમર્પિત અભિગમ ધરાવતી અહીં ખાદી કાર્યાલય પાસે રેલ્વે ફાટકની પેલે પાર આવેલી શ્રી પટેલ કન્યા છાત્રાલય કેમ્પસમાં આવેલી સરદાર પટેલ કન્યા હાઈસ્કૂલની  શૈક્ષણિક પ્રવૃત્તિ તથા આ સંસ્થાનાં ઉપપ્રમુખ પ્રવિણભાઈ કાનાણીની સીધી શૈક્ષણિક દેખરેખથી ખૂબ પ્રભાવિત થયા હતા. આજરોજ તારીખ ૫મી જાન્યુઆરીના રોજ પંદર વર્ષથી અઢાર વર્ષનાં બાળકોને સાવરકુંડલા અર્બન હેલ્થ દ્વારા કોવિડ વેક્સિનેશન રસીકરણ ઝૂંબેશ અંતર્ગત શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કોવેક્સિનના પ્રથમ ડોઝ આપવામાં આવ્યાં. જેમાં ખાસ કરીને કન્યા કેળવણી ક્ષેત્રે અગ્રેસર સરદાર પટેલ કન્યા હાઈસ્કૂલ, એમ એલ શેઠ સ્કૂલ, જે.વી.મોદી હાઈસ્કૂલ, શાશ્ર્વત હાઈસ્કૂલ, એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ સમેત શહેરનાં  વિવિધ સ્થળોએ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને ખાદી કાર્યાલય પાસે રેલ્વે ફાટકની પેલે પાર આવેલી શ્રી સાવરકુંડલા પટેલ કન્યા છાત્રાલયનાં કેમ્પસમાં ચાલતી સરદાર પટેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ આ રસીકરણ ઝૂંબેશને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. હા, આ કન્યા કેળવણી માટે સમર્પિત અભિગમ ધરાવતી આ પટેલ કન્યા છાત્રાલય પણ છેલ્લા ઘણા સમયથી નિશુલ્ક પ્રવેશ આપીને આ કોરોનાનાં કપરાં કાળમાં ભૂમિપુત્રોની બાલિકાઓને આર્થિક સધિયારો પણ આપતાં જોવા મળે છે. અહીં આ કેળવણી સંસ્થાના ઉપપ્રમુખ તરીકે કામગીરી કરતાં પ્રવીણભાઈ કાનાણી પણ આ કેમ્પસમાં રહીને જ બાલિકાઓની દેખરેખ અને સાર સંભાળ લે છે. જે ખરેખર નોંધનીય પાસું છે. ગત તોકતે વાવાઝોડાં દરમિયાન લગભગ ત્રણ ચાર હજારથી વધુ નળિયા ઊડી ગયાં હતાં અને પ્રાંગણમાં ઉભેલી વૃક્ષો આડા પડી ગયા હતાં તે સંસ્થાએ પોતે મહામહેનતે આ તમામ આડા પડેલાં વૃક્ષોને સીધા કરી રીપ્લાન્ટ કર્યા અને પાણી ખાતર અને માવજતથી ફરી પાછા હરિયાળા લીલાછમ કરી દીધાં હાલ આ કેમ્પસમાં પ્રવેશ કરતાં જ કુદરતી પ્રાકૃતિક સૌંદર્યની અનુભૂતિનો આનંદ થતો જોવા મળે છે. આમ વ્યક્તિ જ્યારે સંસ્થા બની અને પોતાના જાત મહેનતથી પ્રાણ રેડે તો કુદરતી આફતો સામે પણ લડી શકાય છે એવું આ સંસ્થાના માધ્યમથી અવશ્ય જાણવા મળે છે. સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટરનાં કર્મચારીઓ ડો. નીરાલિંબેન અને સી.એચ.ઓ. મલયભાઈ ત્રિવેદી સમેત ડો. મયૂર પારઘી સમેત અન્ય કર્મચારીઓ આ અભિયાનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.
આમ સાવરકુંડલા શહેરમાં કોવિડ વેક્સિનેશન રસીકરણ ઝૂંબેશ અંતર્ગત હાલ નોંધનીય કામગીરી જોવા મળે છે.

IMG-20220105-WA0086.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *