સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના મહુવા રોડ પર જનતા બાગ સામે આવેલ લક્કી આર્ટ દ્વારા શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે તબીબ અને સ્ટાફગણ માટે ૧૦૦૦૦ રૂપિયાની કિંમતની નેઈમ પ્લેટ વિના મૂલ્યે અર્પિત કરી હતી. કે.કે. મહેતા હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફ ગણ દ્વારા ઇમરાન પઠાણ લક્કી આર્ટનો આભાર વ્યક્ત કરી સન્માનપાત્ર શબ્દોથી શુભકામનાઓ પાઠવી હતી. આમ પોતાના વ્યવસાયમાં પણ સેવાની સુહાસ પ્રસારાવતાં ઇમરાન પઠાણ લક્કી આર્ટ ખરેખર પ્રશંસાને પાત્ર છે. અન્ય સેવાભાવી લોકોને માટે પણ આ પ્રેરણાદાયી કાર્ય ગણાય.. કહે છે ને સેવા કાજે કરેલાં કાર્યોની સુવાસ અનંત આકાશ સુધી પ્રસરે છે.


