Gujarat

સાવરકુંડલા ખાતે ભારતના કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ યાદવજીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સંતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં ગઈકાલે માનનીય કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ યાદવજીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સંતો સાથે સંવાદ કાર્યક્ર્મ યોજાયો હતો. મંત્રીશ્રીએ સંતોના આશીર્વાદ મેળવ્યા અને આગામી સમયમાં ભારતીય સંસ્કૃતિની રખેવાળી કરવા માટે ભારતીય જનતા પાર્ટીની તરફ સોફ્ટ કોર્નર રાખી વિજયી બને તેવા આશીર્વાદ આપવા સંતોને બે હાથ જોડીને આગ્રહભરી વિનંતી કરી હતી. આ પ્રસંગે સાવરકુંડલા માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુએ આ સંવાદ સમારોહમાં મંત્રીશ્રીને આશીર્વચન પણ  પાઠવ્યા હતા. આ તકે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ બોઘરા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી રાજેશભાઈ કાબરિયા, શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાનસુરીયા,  શ્રી શરદભાઈ પંડ્યા, વિધાનસભા પ્રભારી શ્રી વિજયભાઈ ભગત,સહીત  કાર્યકર્તાઓ, સંગઠનના પદાધિકારીઓ, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20221007-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *