સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
૩૦ સપ્ટેમ્બર….એટલે કે સપ્ટેમ્બરનો અંતિમ દિવસ કદાચ બાય બાય સપ્ટેમ્બર કરવા માટે સૂર્યનારાયણે કહ્યું હશે કે હવે ચોમાસુ સમાપ્ત. અને વળી પાછો સાંજનો સમય ગોધૂલિ ટાણું સાંજે પોણા છ વાગ્યાનો સમયે સાવરકુંડલા શહેરનાં કાણકિયા કોલેજ વિદ્યુત નગર વિસ્તાર ખાતે આ નયનરમ્ય નઝારો અદ્ભૂત દ્રશ્ય સાવરકુંડલા શહેરના સ્વામીનારાયણ ગુરૂકૂળ અપર પ્રાયમરી શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ દવેની ક્લીક દ્વારા કેમેરામાં કંડારાયેલું અદ્ભૂત દ્રશ્ય જાણે સૂર્યના કિરણો સૂર્યાસ્ત થતી વેળાએ ઉત્તર ભારતનો નકશો પ્રદર્શિત કરતાં હોય તેવો દિશાનિર્દેશન કરતું હોય તેવું લાગે છે. કાશ્મીરનો સોનેરી મુકુટ સમાન એ અલભ્ય દર્શન કરવાનો લ્હાવો લેવા જેવું અદ્ભૂત દ્રશ્ય પણ કોઈ સંકેત તો કરતું જ હશે ને? કહતે હૈ આયના કભી જૂઠ નહીં બોલતાં જો કે આ અલભ્ય દ્રશ્યને માણવા ઝીણી બારીકાઈવાળી નજર તો જોઈએ..


