ગુન્હાની વિગતઃ-
શામજીભાઇ ભોળાભાઇ સોલંકી, ઉ.વ.૩૨, રહે.સાવરકુંડલા, ગોકળનગર – ર, નેસડી રોડ વાળાનું સાવરકુંડલા, દેવળા ગેઇટ નજીક વજલપરામાં મારૂતિ ડાયમંડ નામનું હીરાનું કારખાનું આવેલ હોય, ગઇ તા.૨૩/૧૦/૨૦૨૨ નાં રોજ આ કારખાનાનો હીરાનો હિસાબ કરતા આશરે ૭ કેરેટના નંગ ૭૫૭ તળીયાના – હીરા જેની કિ.રૂ.૧,૧૮,૧૭૦/- નો હિસાબ ન મળતા, જે અંગે તપાસ કરતા ગઇ તા.૨૧/૧૦/૨૦૨૨ નાં કલાક ૧૮/૦૦ થી કલાક ૧૯/૦૦ દરમ્યાન કારખાનામાં કામ કરતા કોઇ અજાણ્યા કારીગરે ચોરી કરેલ હોવાનું જણાય આવતા, જે અંગે શામજીભાઇ ભોળાભાઇ સોલંકી ફરીયાદ આપતા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૨૦૮૭૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૧ મુજબનો ગુનો અજાણ્યા કારીગર નોકર ચોર ઇસમ વિરૂધ્ધ રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું.
અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ઉપરોક્ત ગુન્હાના અજાણ્યા આરોપી અંગે તપાસ તજવીજ દરમ્યાન આજ રોજ તા.૧૬/૧૧/૨૦૨૨ નાં રોજ સાવરકુંડલા ટાઉનમાંથી બાતમી હકિકત આધારે એક ઇસમને પકડી પાડી, તેમની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ કુલ હીરા નંગ – ૭૫૭ મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ-
ભાવેશ ગોવિંદભાઇ જોળીયા, ઉ.વ.૨૪, ધંધો – હીરા ઘસવાનો રહે.ઉમરીયા, તા.ખાંભા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
આશરે ૭ કેરેટ વજન કુલ હીરા નગ.૭પ૭ કુલ કિ.રૂ.૧,૧૮,૧૭૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


