મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ જિલ્લામા બનતા મિલ્કત સંબધી ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી પકડવા તેમજ મુદ્દામાલ કબ્જે કરવા આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર ડી.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા અત્રેના પો.સ્ટે.ના બે અલગ અલગ ગુન્હાઓમા ચોરાયેલ મોટર સાયકલ (૧) હીરો સપ્લેન્ડર પ્લસ જેના રજી.નં. GJ 01 LB 7174 કી.રૂ. ૨૦,૦૦૦/ તથા (૨) હીરો સપ્લેન્ડર પ્લસ જેના રજી.નં. GJ 14 AM 3915 કી.રૂ. ૩૦,૦૦૦/- ની સાથે કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોરને પકડી તેના વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
*ડીટેક્ટ થયેલ ગુન્હાઓ*
(1) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ૧૧૧૯૩૦૫૨૨૨૦૫૫૦/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૩૭૯.
(2) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ૧૧૧૯૩૦૫૨૨૨૦૫૫૧/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૩૮૦,૪૫૭.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી