Gujarat

સાવરકુંડલા ડાયમંડ એસોસિયેશનના નવનિયુક્ત હોદ્દેદારોનું અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા દ્વારા સંન્માન કરવામાં આવ્યું.

સાવરકુંડલા.તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ખાતે અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને સમજુબા જેમ્સ સાવરકુંડલાના શ્રી સુરેશભાઈ પાનસુરીયા  દ્વારા ડાયમંડ એસોસિએશનના નવનિયુક્ત હોદ્દેદારો ના સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આતકે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી કરશનભાઈ ડોબરીયા, ઉપપ્રમુખ શ્રી શામજીભાઈ સોંલકી મંત્રી શ્રી ઘનશ્યામભાઈ ઠુમ્મર, ખજાનચી શ્રી દેવરાજભાઈ નાવડીયા,ભીખાભાઈ ભુંગળીયા,સહમંત્રી શ્રી હિતેશભાઈ ડોબરીયા સહિતના કારોબારી સભ્યો નું સુરેશભાઈ પાનસુરીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સુરેશ ભાઈ પાનસુરીયા દ્વારા ડાયમંડ એસોસિએશન તમામ હોદ્દેદારોને શુભકામના આપી રત્ન કલાકારોના ઉજ્જવળ ભવિષ્ય માટે આશાવાદ વ્યક્ત કરી તમામ ડાયમંડના વેપારીઓને શુભકામનાઓ પાઠવી હતી

IMG-20220310-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *