સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રક્ષાબંધન અને સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. શાળાના દરેક ભાઈઓને શાળાની વિદ્યાર્થીની બહેનોએ રાખડી બાંધી આશિર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા બહેન શ્રી રેખાબેન ઠુમ્મર દ્વારા કરવામાં આવ્યું હતું.


