સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર બીજી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. શ્રેષ્ઠ સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા .સમગ્ર કાર્યક્રમનું મેનેજમેન્ટ ઇકો ક્લબના સંચાલક શ્રી જે.પી. પાનસુરીયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું .શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિપકભાઈ માલાણીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
