સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે લોકશાળા ખડસલીમાં તારીખ બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે પ્રાર્થના સભા, ગ્રામ સફાઈ. મહાત્મા ગાંધીજીના જીવન દર્શનની ઝાંખી દર્શાવતું પ્રદર્શન યોજાયું હતું. ગાંધી જયંતિના તમામ કાર્યક્રમોને સફળ બનાવવા માટે ખડસલી લોકશાળાના શિક્ષકગણ નાનજીભાઈ મકવાણા, ગોવાભાઈ ગાગીયા, વાઘ હરેશભાઈ, હીરાભાઈ દિહોરા મનજીભાઈ ડાભી, તેમજ તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

