સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
નેસડી ગામે કરજાળા રોડ ઉપર આવેલ ખોડલધામ મંદિરે આ મંદિરના મૂળ સ્થાપક બ્રહ્મલીન સુખદેવ પુરી બાપુની ૩૮મી પુણ્યતિથિ નિમિત્તે કરજાળા અને નેસડી ગામની પ્રાથમિક શાળાના તમામ બાળકોને ખોડલધામ મંદિરના મહંત શ્રી પૂજ્ય લવજીબાપુ દ્વારા બટુક ભોજન કરાવવામાં આવ્યું. સાથે બાળકોને રોકડ રકમની બક્ષીસ આપીને ખુશ કરવામાં આવ્યા હતા. આજુબાજુના વિસ્તારોનું આસ્થા સ્થાન એવું ખોડલધામ મંદિર નેસડી ગામથી કરજાળા જતાં રોડ ઉપર પ્રકૃતિના સાનિધ્યમાં આવેલું છે. આ જગ્યાનું વાતાવરણ અને મા ખોડલ દર્શનથી અનેક ભક્તો ભાવવિભોર બને છે.જગ્યાના મહંત પૂજ્ય લવજીબાપુ દ્વારા મંદિરની પૂજા પાઠ સાથે અનેક સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.