Gujarat

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામનાં સરપંચ ભૌતિક સુહાગીયાએ સાવરકુંડલા પીજીવીસીએલનાં કાર્યપાલક ઈજનેરને પીઠવડી ભેંકરા ગામ માટે યુધ્ધના ધોરણે દિવસ આઠમાં વીજ હેલ્પરની નિમણૂંક કરવા લેખિતમાં ફરિયાદ કરી.. સાથોસાથ આમ કરવામાં તંત્ર નિષ્ફળ જશે તો આ બંને ગામનાં મોટી સંખ્યામાં ગ્રામજનોને સાથે રાખીને પીજીવીસીએલ કચેરી સાવરકુંડલા સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના સરપંચ અને અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ભૌતિક એમ. સુહાગીયાએ આજરોજ પીઠવડી અને ભેંકરા ગામ વચ્ચે હાલ પીજીવીસીએલ વિભાગ દ્વારા વીજ હેલ્પરનું સ્થાન હેલ્પરની બદલીને કારણે કોઈ હેલ્પર ન હોય આ હેલ્પરનું સ્થાન રિક્ત હોય. આ બંને ગામમાં વીજ લાઈન સંદર્ભે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી સદરહુ સ્થાને હેલ્પરની તાત્કાલિક ધોરણે નિમણૂંક કરવા માટે સાવરકુંડલા કાર્યપાલક ઈજનેર પીજીવીસીએલને લેખિત અરજી કરેલ છે અને જો દિવસ આઠમાં હેલ્પરની નિમણૂંક નહીં કરવામાં આવે તો પીઠવડી અને ભેંકરા ગામનાં મોટી સંખ્યામાં ગ્રામજનોને સાથે રાખીને પીજીવીસીએલ કચેરી સાવરકુંડલા સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને તેની તમામ જવાબદારી પીજીવીસીએલ તંત્રની રહેશે તેમ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું. .

IMG-20220212-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *