સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે જીઈબીના વાયરોની પીઠવડી ગામની સ્ટ્રીટ લાઈટો સાથે આંટી પડી જવાથી આ ગામની સ્ટ્રીટ લાઈટો છેલ્લા બારેક દિવસથી દિવસ રાત ચાલુ રહે છે જે સંદર્ભે નાયબ કાર્યપાલક ઇજનેર જીઈબી સાવરકુંડલાને અવારનવાર રજુઆત પણ કરવામાં આવેલ છે. છતાં આજ દિન સુધી જીઈબીના વાયરોને ઉંચે લેવામાં આવેલ નથી કે વાયરને કવર ચડાવવામાં આવ્યા નથી. માત્ર હા થઈ જશે. હમણાં જ કરાવું છું. તો આ સંદર્ભે યુધ્ધના ધોરણે કામ નહીં થાય તો. તારીખ ૨૦ સપ્ટેમ્બરે પીઠવડી ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો જીઈબી કચેરી સાવરકુંડલા ખાતે આવીને કચેરીને તાળાબંધી કરવાની ફરજ પડશે એવું પીઠવડી ગામના સરપંચ ભૌતિક સુહાગીયાએ એક લેખિત ફરિયાદમાં જીઈબીના નાયબ કાર્યપાલક ઇજનેરને જણાવ્યું હતું.


