સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમરેલી માર્ગદર્શિત શ્રી એચ એન વીરાણી હાઇસ્કુલ બાઢડા આયોજિત વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨નું આયોજન તારીખ ૨૬/૧૨/૨૦૨૨ ના રોજ આ પ્રદર્શન શ્રી બાઢડા કેળવણી મંડળ બાઢડા ના પ્રમુખ શ્રી તેમજ સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના પૂર્વ લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલું આ વિજ્ઞાન પ્રદર્શનમાં સાવરકુંડલા તાલુકાની જુદી જુદી હાઇસ્કુલો માંથી કુલ ૩૫ કૃતિઓ આવેલ જેમાં જે તે સ્કૂલના બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓએ પોતાની જાતે બનાવેલી કૃતિઓ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી જે કૃતિઓ જોતાં લાગતું હતું કે વિદ્યાર્થીઓ તથા શાળાના માર્ગદર્શક શિક્ષકશ્રી ઓએ અદભુત વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ અપનાવેલ હતો. કાર્યક્રમની શરૂઆત સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવી સૌપ્રથમ આ શાળાની બહેનો દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું. ત્યારબાદ શ્રી એચ. એન. વિરાણી હાઇસ્કુલ બાઢડાના આચાર્યશ્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ દ્વારા શબ્દોથી સ્વાગત કર્યું ત્યાર પછી જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાધ્યાપક શ્રી નિલેશભાઈ ચાંપાનેરીએ અને આ શાળાના નિવૃત્ત શિક્ષિકા બેનશ્રી ચંપાબેન હિરપરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ત્યાર પછી અધ્યક્ષ શ્રી કાળુભાઈ વિરાણી બાઢડા કેળવણી મંડળ બાઢડાના પ્રમુખ તથા સાવરકુંડલાના લીલીયાના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ વિજ્ઞાન પ્રદર્શન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે બાળકોના આ પ્રદર્શન દ્વારા પોતામાં રહેલી શક્તિઓ અને દેશ ઉપયોગી કાર્ય થઈ શકે તેમ તેમણે જણાવ્યું હતું તેમજ આ પ્રદર્શનમાં વિજ્ઞાનની કૃતિઓ લઈને આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કાળુભાઈ વિરાણી તરફથી દરેકનું મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં શાળાના મદદનીશ શિક્ષક શ્રી ધનજીભાઈ સેતા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ થયો હતો તેમજ પ્રદર્શનમાં આવેલ તમામ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાંઆવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આ શાળાના પ્રિન્સિપાલ શ્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ તેમજ આ શાળા તામામ કર્મચારીઓ એ જેહમત ઉઠાવી હતી.


