Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય નયનાબેને શાળાને શૈક્ષણિક મોડેલ અર્પણ કર્યું.. પહેલા ફાઈટર પ્લેન (શૈક્ષણિક મોડેલ) અને હવે મિસાઈલ શૈક્ષણિક મોડલ તરીકે શાળાને અર્પણ કર્યું.

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ભુવા પ્રાથમિક શાળાના આચાર્ય નયનાબેન દ્વારા પોતાની આગવી સૂઝથી અને પોતાના સ્વખર્ચે ફાઈટર પ્લેન (શૈક્ષણિક મોડેલ) બનાવી ભુવા પ્રાથમિક શાળાને અર્પણ કર્યા બાદ આજે મીસાઈલ (શૈક્ષણિક મોડેલ) પણ  અર્પણ કરી હતી…આમ યુધ્ધ ક્ષેત્રના આયુધોનો પરિચય આમ પણ હવે સાંપ્રત યુગમાં ખૂબ જરૂરી છે. એક સવાલ આ સમયે ઊભો થાય છે. યૂક્રેન ભલે નાનું રાષ્ટ્ર રહ્યું પણ એની રાષ્ટ્રીય ભાવના પણ ખરેખર કાબિલેતારીફ ગણાય છે. જો કે આ સમયે યુક્રેન પાસે અણુશસ્ત્રોથી સજ્જ આયુધો હોત તો કદાચ આ યુદ્ધની વેળા ટળી પણ શકી હોત અથવા આટલો લાંબો સમય યુધ્ધકાળ લંબાયો ન હોત… આમ તો ભગવાન બુદ્ધની અને મહાવીર સ્વામીની વાત કરીએ તો શાંતિ એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે એટલે જ પંચશીલના એ સિદ્ધાંતને ભારત દેશે અપનાવ્યો છે. પરંતુ જ્યારે પરિસ્થિતિ ખાળી ન શકાય જેવી રીતે મહાભારત કાળમાં કુરુક્ષેત્રનું યુધ્ધ ટાળવા માટે પરમાત્મા શ્રી કૃષ્ણે વિષ્ટિકારનાં અંતિમ પ્રયાસો કરેલા અને અંતમાં અનિવાર્ય હોવાથી યુધ્ધમાં પંચજન્ય શંખ ફૂંક્યો અને કહ્યું પાર્થ હવે ચડાવો બાણ અને આખરે ગાંડિવનો ટંકાર થયો અને મિસાઈલની માફક બાણવર્ષા થઈ..

IMG-20220411-WA0100.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *