Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ફાઈટર પ્લેનનું શૈક્ષણિક મોડલ શાળાના આચાર્ય નયનાબેન દ્વારા શૈક્ષણિક હેતુ માટે શાળાને અર્પણ કરવામાં આવ્યું.

સાવરકુંડલા..
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં હવે બાળકોને ફાઈટર પ્લેન અને તેના ઉપયોગ વિશે શૈક્ષણિક માહિતી આપવામાં આવે છે. દેશની સુરક્ષામાં ફાઇટર પ્લેનની ભૂમિકા વિશેનું પ્રાથમિક જ્ઞાન પીરસવામાં આવે છે.આ સંદર્ભે ભુવા પ્રાથમિક શાળાના આચાર્ય નયનાબેન દ્વારા પોતાની આગવી સૂઝથી અને પોતાના સ્વખર્ચે ફાઈટર પ્લેન બનાવી ભુવા પ્રાથમિક શાળાને અર્પણ કર્યું છે. જો કે આ તો એક મોડેલ જ હોય પરંતુ બાળકોમાં પણ રાષ્ટ્રીય ભાવના અને રાષ્ટ્રનાં સંરક્ષણ વિશેની સમજ વ્યાપક બને એ સંદર્ભમાં પણ આવું જ્ઞાન ઉપયોગી સાબિત થાય છે અને ભવિષ્યમાં આ જ બાળકો રાષ્ટ્રીય સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બને એવું વાતાવરણ પણ આવા પ્રયોગો દ્વારા નિર્માણ થઈ શકે ખરું.. સાંપ્રત વૈશ્વિક પરિપેક્ષમાં આવું જ્ઞાન પણ શિક્ષણનો જ એક અભિન્ન હિસ્સો ગણીએ તો કશું ખોટું નથી

IMG-20220329-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *