સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામે એક માસ જેટલા સમયથી સતત આવતા ભુકં૫ના આચકાની સમસ્યા બાબતે ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળા તથા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા એ સરકારશ્રીમાં ઉચ્ચકક્ષા એ રજુઆત કરતા ગાંઘીનગરથી સાયન્સ અને ટેકનોલોજી સેન્ટર ના બે વિજ્ઞાનીકશ્રીઓ મિતીયાળા ગામે આવી ૫હોંચેલ સાથે કલેકટરશ્રીની સુચનાથી ડિઝાસ્ટર મામલતદારશ્રી ભાડ સાહેબ, ડિઝાસ્ટર પ્રોજેકટ ઓફીસરશ્રી તેરૈયાબેન, પ્રાંત અઘિકારીશ્રી સાવરકુંડલા, મામલતદારશ્રી સાવરકુંડલા, ઇન્ચા.તાલુકા વિકાસ અઘિકારીશ્રી સાવરકુંડલા સહીત સ્થાનિક તંત્રની ટીમ ૫ણ ૫હોંચી જઇ કેમ્પ કરેલ. અને વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત ગ્રામ જનોને ભુકં૫ની પ્રક્રિયા સમજાવી અને ભય નહી અનુભવવા વૈજ્ઞાનીક રીતે સમજણ આપી. જેમાં તેમની સાથે સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી, તાલુકા ભાજ૫ પ્રમુખશ્રી જીવનભાઇ વેકરીયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી લાલભાઇ મોર, શરદભાઇ ગૌદાની, તા.પં.પ્રમુખ પ્રતિનીઘીશ્રી લલીતભાઇ બાળઘા, સરપંચશ્રી મનસુખભાઇ મોલડીયા, હર્ષદભાઇ મુંજ૫રા કૃષ્ણગઢ, અશરફભાઈ, સહીત ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કાર્યકરો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા. મીડીયાસેલ કન્વીનરશ્રી સતીષ મહેતાની યાદી જણાવે છે.

સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામે એક માસ જેટલા સમયથી સતત આવતા ભુકં૫ના આચકાની સમસ્યા બાબતે
સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

