Gujarat

સાવરકુંડલા તાલુકાનું ગૌરવ લોકવિદ્યા મંદિર થોરડી. સાવરકુંડલા તાલુકા રમત ગમત ખેલ મહાકુંભ ૨૦૨૨માં  શ્રી લોકવિધા મંદિર થોરડીનું ગૌરવ વધારતા શાળાના સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો.

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
ખેલ મહાકુંભ ૨૦૨૨ની તાલુકા કક્ષાની સ્પર્ધામાં લોકવિદ્યા મંદિર થોરડીના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સમગ્ર તાલુકામાં રમત ગમત ક્ષેત્રે લોકવિદ્યામંદિર થોરડીનું નામ રોશન કર્યું હતું. કબડ્ડી સ્પર્ધામાં અંડર ૧૪ ભાઈઓની અને અંડર ૧૭માં બહનોની ટીમ પ્રથમ નંબરે વિજેતા થઇ જિલ્લામાં સમગ્ર સાવરકુંડલાનું પ્રતિનિધિત્વ કરશે આ ઉપરાંત એથ્લેટિક સ્પર્ધઓમાં અંડર ૧૭માં અમારી શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ રમવા જાશે જેમાં
૧.) હડિયા વિશાલ  – બરછીફેંક અને લાંબીકૂદ.
૨.)બારૈયા બાવસિંગ  –  ૧૫૦૦મી. દોડ અને ગોળાફેક.
૩.)ચુડાચમા ભાવેશ – ૨૦૦મી. દોડ અને લંગડીફાળ.
૪.)બલદાણીયા વિજય –   ચક્રફેંક.
૫.)હડિયા જય –  લંગડીફાળ.
૬.)શિયાળ ચેતન – ચેસ.
૭.)વાળા રવિ – ૧૦૦મી. દોડ.
૮.)ચૌહાણ બળવંત – ૮૦૦મી. દોડ.
૯.)ગોહિલ મનિષ – ઊંચીકૂફ.
  આમ અલગ અલગ ૧૨ એથ્લેટિક ઇવેન્ટ અને બે કબડીની  ટીમ વિજેતા થઇ અમરેલી મુકામે  જિલ્લા કક્ષા સ્પર્ધામાં જઈ સાવરકુંડલા તાલુકા, શાળા અને પરિવારનું નામ રોશન કરે તેવી સર્વમંગલ સંકુલ તરફથી શુભકામનાઓ.

IMG-20220331-WA0084.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *