સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકા સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા ૨૩-૪-૨૦૨૨ ને શનિવારના રોજ સાવરકુંડલા શિવાજી નગર પટેલવાડી ખાતે જીવન વિકાસ શિબિર યોજાઈ હતી. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડો. કનુભાઈ કરકર તેમજ સાવરકુંડલા સમાજના પટેલ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં દેવચંદભાઈ કપોપરા, કરશનભાઈ ડોબરીયા, જે.પી.હીરપરા, ઘનશ્યામભાઈ જ્યાણી તેમજ સમાજના અગ્રણીઓની નોંધપાત્ર હાજરી રહી હતી. આ કાર્યક્રમમાં દરેક તાલુકામાંથી કર્મચારી મંડળના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડો.કનુભાઈ કરકર ભારતીય સંસ્કૃતિ અને ભવિષ્યમાં આવનાર પડકારોનો અને આવનારી પેઢી માટેના અનેક પ્રશ્ર્નો અને તેના નિવારણ અંગે ખૂબ જ સરસ હળવી શૈલી અને આગવી છટામાં ઉદાહરણ સાથે ખૂબ જ સુંદર ઉદાહરણો દ્વારા સમજૂતી આપવામાં આવી હતી. દરેક વક્તાઓ દ્વારા પ્રસંગોચિ સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરદાર પટેલ કર્મચારી મંડળના સભ્યો દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સરદાર પટેલ કર્મચારી મંડળ સાવરકુંડલા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.