સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં મચ્છરીનો આતંક ફેલાતાં આજરોજ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમ વૈજ્ઞાનિક તથ્યોની ચર્ચામાં આ મચ્છરીઓ મરે કે કેમ એ વિષયની ચર્ચા વચ્ચે તંત્ર લોકહિત અને લોકોની પરેશાનીનો અવાજ સાંભળીને હરકતમાં આવ્યું અને આજે સવારે આ ફોગીંગની કામગીરી હાથ ધરાઈ.. જો કે આ મિશ્ર ઋતુમાં એ બાબતોનાં વૈજ્ઞાનિક તથ્યો એ તો સ્વાસ્થ્ય વિભાગ કે જીવશાસ્ત્રનાં નિષ્ણાંતોનો વિષય છે. પરંતુ તંત્ર સંવેદનશીલ થઈને આ ફોગીંગની કામગીરી કરે એ પણ ખરેખર પ્રશંસનીય કાર્ય છે. આવી રીતે શહેરની દરેક સંલગ્ન સમસ્યાઓનો ઉકેલ ખૂબ ઝડપથી આવે એ આજનાં હાઈટેક ફાસ્ટ ફોરવર્ડ યુગમાં ઈચ્છનીય છે. જો કે અંતે તંત્ર જાગ્યું છે એ પણ એક નોંધનીય બાબત છે.. લોકો પણ આવી લોકહિતની કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.

