સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સાવરકુંડલા નગરપાલીકા વોર્ડ નંબર પાંચના પ્રાથમિક જેવાકે પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, હાઉસ ટેક્સ, ગટર વગેરે પ્રશ્નો કે લોકોના પ્રશ્નોની સૌથી વધુ રજુઆત કરનારનો રેકોર્ડ જો કોઈના નામે હોય તો તે આ વિસ્તારના જાગૃત અગ્રણી અને ભાજપના પૂર્વ શહેર મહામંત્રી અને નગરપાલીકાના પૂર્વ ચેરમેન શ્રી પ્રવીણભાઈ કોટીલાના નામે છે છેલ્લા વીસ વર્ષથી વધુ સમયથી જાહેર જીવનમાં આવેલ કોટીલાએ અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધુ લેખિતમાં આ વિસ્તાર અને શહેરના વિવિધ પ્રશ્નો માટે અલગ અલગ વિભાગોમાં રજૂઆતો કરેલ છે તેઓ નગરપાલીકાની વધુ વધુ ગ્રાન્ટ પણ આ વિસ્તારના વિકાસ માટે લાવવામાં તેમનો સિંહફાળો છે. આવા જાગૃત અને નિડર નિષ્ઠાવાન પ્રતિનિધિ આ વિસ્તારના હોય એ પણ આ વિસ્તાર માટે ગૌરવની વાત છે


