સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
આજ રોજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આંબરડી ગામના ખેડૂત ચંદુભાઇ માલાણી તથા જયસુખભાઇ માલાણી કમીશન એજન્ટ શ્રી ધડુક ટ્રેડર્સમાં અંદાજે ૧૪૦૦ કિલો સિજનના નવા તલ હરરાજીમાં વેચવા માટે લાવેલ, જેની વિધિવત પુજન કરી હરરાજી કરવામા આવી અને ₹૨૦૨૨ના ઉચા ભાવ બોલાયા… આમ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજથી નવા તલની આવકનાં શ્રી ગણેશ થયા….આમ પણ ભારતીય પરંપરા અને આયુર્વેદમાં પણ તલ એ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હોમ હવનમાં પણ તલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.