Gujarat

સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પીઠવડી ગામના સ્મશાન રોડ પાસેથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૨૦૧૯૧૪૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબના કામે પાંચ મહિના પહેલા ભેંકરા ગામની સીમમાંથી ૧૩ વર્ષની સગીરાનું અપહરણ કરી, નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે આજરોજ તા.૨૧/૦૭/૨૦૨૨ ના રોજ પીઠવડી ગામના સ્મશાન સાથે રોડ ઉપરથી પકડી પાડી, પકડાયેલ આરોપી તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત*
જીતુ ટીનાભાઇ નાયક, ઉં.વ.૨૦, રહે.સુલતાનપુરા, તા.હાલોલ, જિ.પંચમહાલ.
પકડાયેલ આરોપી સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગામે સીમ વિસ્તારમાં ખેત મજુરી કામ કરવા માટે આવેલ હતો અને બાજુની વાડીમાં રહેતા ફરિયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયેલ હતો.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area

IMG-20220722-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *