સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા નગરપાલીકા દ્વારા વોર્ડ નંબર પાંચ અને છમાં જે રોડ ના કામ ન વર્ક ઓડર અપાયા છે તે ચાલુ કરવા નગરપાલીકા પ્રમુખશ્રી દોશીને રજુઆત કરવામાં આવી હતી નગરપાલીકાના પૂર્વ ચેરમેન અને ભાજપા અગ્રણી શ્રી પ્રવીણભાઈ કોટીલા દ્વારા આ બાબતે લેખિતમાં આ વિસ્તારના સી.સી રોડ જે થવાના છે તે તત્કાલિ ચાલુ કરવા માટે રજુઆત કરવામાં આવી છે ચંદ્રમોલી સોસાયટીનો મુખ્ય રોડ વનવિભાગની ઓફીસ પાસેનો અતિ ખરાબ હાલતમાં છે તો રોડ બનાવવો અત્યંત જરૂરી છે ચંદ્રમોલી સોસાયટી ગજાનંદ પાર્ક સહજાનંદ નગર અને શિવશક્તિ સોસાયટીમાં જવાનો આ મુખ્ય રોડ છે બીજા રોડ આસોપાલવ સોસાયટીમાં નાગદાનભાઈ બારોટના ઘર પાસેનો રોડ આ ટેન્ડરમાં છે ગત ચોમાસામાં રોડ પર અતિ પાણી આવવાથી ખરાબ થયો છે અને રાહદારી ચાલી પણ ન શકે તેવી હાલતમાં છે
ગોપાલક સોસાયટી,શિવશક્તિ સોસાયટી, હુડકો રાધેશ્યામ સોસાયટી વિધુતનગર, અંબિકા સોસાયટી, ગુરુકુલ પાસેના વિસ્તાર વોર્ડ નંબર પાંચ અને છમાં જે કામો રોડના ટેન્ડર થઈ ગયા છે અને વર્ક ઓડર અપાઈ ગયા છે તે કામો ચાલુ કરવા કોટીલા દ્વારા રજુઆત કરવામાં આવી છે