Gujarat

સાવરકુંડલા શહેરનાં લોકતંત્રની ત્રીજી આંખ સમા  પત્રકાર, આદર્શ શિક્ષક, સિનિયર સિટીઝન સંગઠન સાવરકુંડલાનાં  પ્રવક્તા અને ગ્રાહક સુરક્ષા મંડળના સક્રિય સભ્ય બિપીનભાઈ પાંધીનો આજે જન્મદિવસ. શહેરનાં વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે . 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
એષણાંઓ સઘળી આયુષ્યનાં ઉંબરે નિતાંત એકલી અટૂલી પણ રહે, બસ બે ઘૂંટ પણ નિષ્ઠા સમી સંજીવનીના   આચમન કરવા મળે તો જીવનનો મર્મ કદાચ અડધે રસ્તે પણ જૂઓને મળે ..
છેલ્લાં છત્રીસ  વર્ષથી આ શહેરમાં શિક્ષણની ધુણી ધખાવીને સાવરકુંડલા શહેરનાં અનેક વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરવામાં જેનું નોંધનીય યોગદાન છે એવાં સાવરકુંડલા શહેરનાં પત્રકાર, આદર્શ શિક્ષક,  સિનિયર સિટીઝન સંગઠન સાવરકુંડલાનાં પ્રવક્તા અને ગ્રાહક સુરક્ષા મંડળના સક્રિય સભ્ય તરીકે ખૂબ જ પ્રામાણિક રીતે ફરજ બજાવતા બિપીનભાઈ પાંધી (પત્રકાર પાંધી સર) નો આજે જન્મદિવસ છે. આજ રોજ તેઓ ૬૩ વર્ષ પૂર્ણ કરી અને ૬૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.  સ્વભાવે સ્પષ્ટ વક્તા અને આમ જનતાની સમસ્યાથી સુપરિચિત હોવાથી અને સમાજનાં નાડપારખું તરીકે સમાજના વિવિધ સમુદાયના લોકોનાં પ્રશ્ર્નોને પણ પત્રકારત્વનાં માધ્યમથી તલસ્પર્શી આલેખન દ્વારા બુલંદ અવાજે વાચા આપતાં રહે છે. આમજનતાની સમસ્યાઓને સતત વાચા આપવા અવિરત ભગીરથ પ્રયાસ પણ કરવો એ જ પત્રકારત્વનો ધર્મ છે એવું પોતે સ્યંમ સ્પષ્ટપણે માને છે.  સિનિયર સિટીઝન સંગઠન સાવરકુંડલાનાં પ્રવક્તા તથા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના સક્રિય સભ્ય તરીકે ગ્રાહક જાગૃતિ અભિયાનમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન છે.. તેમના જન્મદિવસ નિમિત્તે શહેરનાં વિવિધ અગ્રણીઓએ  શુભેચ્છા પાઠવી રહ્યાં છે . તેમને જન્મદિવસની શુભેચ્છા ૯૪૨૯૦૭૭૨૮૩ ઉપર પણ પાઠવી શકાય છે.

20211115_095553.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *