સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરની મધ્યમાં સાવરકુંડલા શહેરના હાર્દસમા વિસ્તાર અને સાવરકુંડલા શહેરીજનો માટે નદી કાંઠે હરીફરી શકાય તેવો જનતા બાગનો પાછળનાં ભાગમાં છેલ્લા આઝાદીકાળથી એ જાહેર રસ્તા પર લાઈટ વગર સંપૂર્ણ અંધકાર જેવી સ્થિતિ પ્રવર્તતી પરંતુ સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય સોહિલ શેખ અને આસીફ કુરેશીનાં અવિરત પ્રયાસ થકી સાવરકુંડલાના આ વિભાગનાં સ્ટ્રીટ લાઈટની કામગીરી સંભળાતાં ભરતભાઈ અટારા અને સુરેશભાઈની કાર્યનિષ્ઠા તેમજ નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશીનાં સંપૂર્ણ સહયોગને કારણે આ વિસ્તારમાં જાહેર માર્ગ પર સ્ટ્રીટ લાઈટ ચાલુ થતાં આ વિસ્તારમાં પસાર થતાં તમામ રાહદારીઓને રાહત થઈ છે.. આમ સાવરકુંડલા નગરપાલિકાનાં સદસ્યોની સોહિલ શેખ અને આસીફ કુરેશીની અથાગ મહેનત અને આ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવવાની રજૂઆત અંતે રંગ લાવી ખરી.. શહેરમા પણ આ કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે. હવે સાવરકુંડલા શહેરનાં લોકો આ વિસ્તારમાં રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટનાં અજવાળે ખૂબ સરળતાથી આવજાવ કરી શકશે.. આમ આ વિસ્તારમાં જાહેર માર્ગ પર અજવાળાં પથરાતાં શહેરની રોનકમાં ઓર વધારો થયો છે..


