Gujarat

સાવરકુંડલા શહેરના યુક્રેનમાં અભ્યાસ કરતા ઋત્વિક પ્રવીણભાઈ ડોબરીયાએ ભારત સરકારને કિવ ને બદલે લવીવના એરપોર્ટ પર ભારતીય ફ્લાઈટ લેન્ડ કરાવી વિદ્યાર્થીઓને સલામત ભારત પરત ફરવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરના ડોબરીયા ઋત્વિક પ્રવીણભાઈ હાલ યુક્રેન ખાતે આવેલ ટર્નોપીલ ખાતે રહે છે. અને તેને વહેલામાં વહેલી તકે ભારત પરત ફરવા માટે ભારત સરકાર વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે. આ સંદર્ભે તેમણે આજરોજ બપોરના બે વાગ્યે જણાવ્યું હતું કે હાલમાં કિવ જવું જોખમકારક છે. આજે અમુક વિદ્યાર્થીઓ કિવ જતાં તેની ફ્લાઇટ કેન્સલ થઈ છે તેથી તેઓ પરેશાન છે અને ઈન્ડિયન એમ્બેસીનાં સંપર્કમાં છે.
આ પરિસ્થિતિ જોતાં સાવરકુંડલા શહેરનાં આ વિદ્યાર્થીએ પોતાની સાથે બીજા આઠ વિદ્યાર્થીઓ રહે છે અને તેઓ તમામ વહેલી તકે સલામત રીતે ભારત પહોંચી શકે તે માટે તેમણે જણાવ્યું હતું કે જે નીચે મુજબ છે. તંત્ર આ બાબતે કોઈ ઠોસ નિર્ણય લઈને આ વિદ્યાર્થીની માંગ અંગે ગંભીરતાથી ધ્યાન આપે તે પણ આવા માહોલમાં અત્યંત આવશ્યક છે.
“અમારી હાલમાં આવી સરકાર ને માંગ છે કે જો ભારતની ફ્લાઈટ કે જે યુક્રેન માં આવી રહી છે એ કિવના એરપોર્ટની જગ્યાએ લવીવના એરપોર્ટ પર લેન્ડ થાય તો ભારતીય વિર્ધાર્થી માટે સારું રહે કારણકે કિવ એ યુક્રેનની રાજધાની હોવાથી સુરક્ષિત નથી.એટલે ભારતીય ફ્લાઈટ લવિવ એરપોર્ટ પર આવે તો ભારતીય વિધાર્થી  માટે સારું.” આવો વિનંતી ભર્યો સંદેશ તેમણે ભારત સરકારને મિડિયાના માધ્યમથી પહોંચાડવા પ્રયાસ કર્યો છે.

IMG-20220224-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *