સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
.
———————————————————————
સાવરકુંડલા શહેરના ડાયમંડ ક્ષેત્રે મોટું નામ ધરાવતા સરદાર પટેલ જેમ્સના માલિક, સાવરકુંડલા તાલુકા ખોડલધામ સમાધાન પંચ ના પ્રમુખ, સાવરકુંડલા ડાયમંડ એસોશિયેશનના પ્રમુખ અને લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રેસિડેન્ટ કરશનભાઈ ડોબરીયાનો આજે જન્મદિવસ છે. આમ તો સામાજિક ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સતત ઉત્સુક એવા કરસનભાઇ પોતે સેવાભાવી, પ્રકૃતિપ્રેમી, પ્રામાણિક, દ્રઢ મનોબળ, સ્વચ્છ પ્રતિભા તથા મિલનસાર સ્વભાવ ધરાવતા હોવાથી વિશાળ ચાહક વર્તુળ પણ ધરાવે છે. આ ઉપરાંત પણ સાવરકુંડલા શહેરના અનેક અગ્રગણ્ય રાજકીય અને સામાજિક મહાનુભાવો સાથે બહોળા પ્રમાણમાં સંપર્ક ધરાવતા હોવાથી તેમના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.તેમનાં જન્મદિવસ નિમિત્તે વિવિધ શહેરોમાંથી પણ અનેક ટેલીફોનીક શુભ સંદેશનો ધોધ વહી રહ્યો છે. ઈશ્ર્વર તેમને દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન અર્પે અને જીવનનાં વિકાસનો સર્વોત્તમ શિખરો સર કરે એવી શુભેચ્છા પાઠવી રહ્યાં છે..


