સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરના સેવાભાવી રક્તદાતા સાધુ વલ્લભદાસ બાપુએ સતત ૪૩ વખત રક્તદાન કરીને રક્તદાન ક્ષેત્રે અનોખી સેવા કરી છે. તેમનું રક્ત ગ્રુપ ઓ પોઝીટીવ છે. જે સર્વ રક્તદાતાઓઓને ગ્રાહ્ય છે. તેઓ અવારનવાર જરૂરિયાતમંદ લોકોને રક્તદાન દ્વારા રક્ત પૂરૂં પાડી માનવસેવાની રક્તદાન એ મહાદાન છે એ સંદેશ ગુંજતો કરતાં જોવા મળે છે. છેલ્લે શ્રી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજની પાંચમી નિર્વાણ જયંતિ નિમિત્તે રક્તદાન કરેલ છે. રક્તદાન કરવા બદલ દાતાશ્રી અશ્ર્વીનભાઈ માલાણી અને શ્રી મૂળજીભાઈ ચોડીગળા દ્વારા સંન્માનિત પણ કરવામાં આવેલ. શ્રી સાધુ વલ્લભદાસ બાપુ સાવરકુંડલા શહેરમાં રેલવે સ્ટેશન પાસે આવેલા સૂર્યમુખી હનુમાન દાદાની સેવાપૂજા કરે છે. આ ઉપરાંત પાણીઓના કુંડા, પક્ષીઓને ચણ વગેરે પ્રકૃતિ સંવર્ધનને લગતી સેવાઓ પણ કરે છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી હનુમાન ચાલીસા ગ્રુપ સાથે પણ જોડાયેલા છે. અમરેલી જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને જ્યારે પણ ઓ પોઝીટીવ લોહીની જરૂર પડે ત્યારે પોતે રક્તદાતા તરીકે હરહંમેશ રક્તદાન કરવા પ્રતિબદ્ધ છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે જ્યારે ઈશ્ર્વર આપણને માનવ દેહ આપે છે તો માનવ કલ્યાણ અર્થે જે કંઈ પણ સ્યંમથી થઈ શકે તે સેવા કાર્ય પ્રભુ પ્રસાદ સમજીને કરવું જોઈએ. આમ સમગ્ર સમાજને માનવતા એ જ પ્રભુસેવાનો સંદેશ પણ તેના આવા સેવા કાર્યો દ્વારા સમગ્ર આભામંડળમાં અવિરત ગુંજતો રહે છે. આ સેવાભાવી સાધુ વલ્લભદાસ બાપુનો સંપર્ક કરવા માટે પોતાનો મોબાઈલ નંબર ૯૯૭૯૭૬૩૮૫૩ દ્વારા આપ સંપર્ક થઈ શકે છે. ધન્ય છે તેમની આ માનવસેવાની જયોતને અહર્નિશ જલતી રાખવા બદલ. અન્ય સેવાભાવી લોકો માટે પણ આ પ્રેરણાદાયી કાર્ય ગણાય.


