સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————-શ્રી નૂતન કેળવણી મંડળનાં પૂર્વ પ્રમુખશ્રી તેમજ ટ્રસ્ટીશ્રી નરેન્દ્રભાઇ મહેતાનું નિધન થતાં તેમની (ગુણાનુવાદ સભા)શ્રધ્ધાંજલી કાર્યક્રમ આજરોજ શ્રી એસ.વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી એ. કે. ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ – સાવરકુંડલામાં ટ્રસ્ટીશ્રી ગેડિયાભાઈના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ.આ કાર્યક્રમમાં શ્રી નૂતન કે. મંડળીના ઉપ પ્રમુખ શ્રી મુકુંદભાઈ નાગ્રેચા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જેન્તીભાઈ વાટલીયા, ટૄસ્ટીશ્રી વિનુભાઈ રાવલ ,સમાજ શ્રેષ્ઠીઓ , જુદી- જુદી શાળા કોલેજોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા , તેમજ નરેન્દ્રભાઇએ મૂલ્ય નિષ્ઠ જીવન જીવી અનેકવિધ સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિમાં આપેલા કિંમતી યોગદાનને યાદ કરાય સદ્ગગત શાંતિપ્રિય ,પ્રેમાળ,વાત્સલ્યપરાયણ,માયાળુ ,કર્તવ્યનિષ્ઠ તેમજ ફરજનિષ્ઠ જેવા સદ્ગગુણસંપન ઉમદા વ્યક્તિ હતા અને વર્ષો સુધી પૂજયશ્રી લલ્લુભાઈ શેઠની અનેક સંસ્થાઓને પોતીકી માની સમર્પિત થઈ કામ કરતા રહ્યા હતા. આવી મહાન વિભૂતિનાં શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું સુંદર સંચાલન અને વ્યવસ્થા શ્રી એસ.વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી એ. કે. ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ – સાવરકુંડલાનાં પ્રિન્સીપાલશ્રી વર્ષાબેન નરેન્દ્રભાઇ ખખ્ખરે કર્યું હતું.
2 Attachments


