સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તા. ૧૪/૧૨/૨૦૨૨ ના રાજકોટ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર પ્રદેશ યુવા મહોત્સવમાં લોક વાદ્ય ( ઢોલ ) સ્પર્ધામાં સાવરકુંડલા શહેરની જે. વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થી
ગૌસ્વામી મંત્ર કૌશિકગિરી બીજા નંબરે વિજેતા બની શાળાનું તેમજ શહેરનું ગૌરવ વધાર્યું. આગામી દિવસોમાં યોજાનાર રાજ્ય કક્ષાના યુવા મહોત્સ સ્પર્ધામાં ભાગ લેવા જશે તે બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી
જયંતીભાઈ વાટલીયા આચાર્યશ્રી ગોરાંગભાઈ જોષી સુપરવાઈઝર શિરીષભાઈ ત્રિવેદી તથા સંગીત શિક્ષક સંજયભાઈ મહેતા અને શાળા પરિવાર દ્વારા મંત્રને અભિનંદન પાઠવવામાં આવેલ.