Gujarat

સાવરકુંડલા શહેરની પે સેન્ટર શાળા નં ૧  સાવરકુંડલાનો વિદ્યાર્થી કલા મહોત્સવમાં સુહાગિયા દીપ  બાળ કવિ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તા.૮/૮/૨૨ના બીઆરસી ભવન સાવરકુંડલા ખાતે તાલુકા  કક્ષાનો કલા મહોત્સવ યોજાયો હતો.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહોત્સવમાં બાલ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં ૧૧ કલસ્ટરની શાળાઓના  ધો. ૬ થી ૮ ના પ્રથમ ક્રમે વિજેતા વિદ્યાર્થીઓ વચ્ચે યોજાઈ હતી.જેમાં બધા વિદ્યાર્થીઓ એ ખુબજ સુંદર પરફોર્મન્સ આપ્યું હતું.આ સ્પર્ધામાં બાલ કવિ વિભાગમાં પે સેન્ટર શાળા નં ૧ નો ધોરણ ૮ નો વિદ્યાર્થી સુહાગિયા દીપ અશિષભાઈએ સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ. હવે તે જિલ્લા કક્ષાએ ભાગ લેશે.આ ઉપરાંત ધોરણ ૮ નો  વિદ્યાર્થી ખીમાણીયા રુતિક રણછોડભાઈએ સંગીત ગાયન સ્પર્ધામાં સરસ પર્ફોમન્સ આપેલ. સાથે સાથે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં ભાટી વીરસિંગ ભીમાજીભાઈએ તાલુકા કક્ષાએ ત્રીજો નંબર  મેળવેલ, તેમજ શાળાનું ગૌરવ વધારેલ.અત્રે ઉલ્લેખનીય છેકે આ બધા બાળકોને દેસાઈ શિલ્પાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ત્રણેય બાળકોને શાળા પરિવાર તથા આચાર્યશ્રી મહેશભાઈ જાદવ  ખુબ ખુબ અભિનંદન પાઠવે છે,તેમજ જિલ્લા  કક્ષાએ શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.

IMG-20220812-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *