Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલી સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સમાં  પ્રથમ દિવસે સાવરકુંડલા અર્બન હેલ્થ દ્વારા પંદર વર્ષથી ઉપર અને અઢાર વર્ષ સુધીનાં બાળકોને કોવિડ વેક્સિનેશન રસીકરણ ઝૂંબેશ અંતર્ગત એક જ દિવસમાં ધોરણ ૧૧ અને ૧૨ ના બાળકોને સો ટકા કોવેક્સિનના પ્રથમ ડોઝ આપવામાં આવ્યાં

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
સાવરકુંડલા શહેરમાં ભુવા રોડ સ્થિત આવેલી સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ એટલે શૈક્ષણિક સંસ્થાઓમાં ગૌરવવંતું નામ.. હા, સાવરકુંડલા શહેરમાં પંદર વર્ષથી અઢાર વર્ષ સુધીના બાળકોને કોવિડ વેક્સિનેશન રસીકરણ ઝૂંબેશ અંતર્ગત આ શાળામાં એક જ દિવસમાં ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ એક જ દિવસમાં દરેકે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લેતાં સમગ્ર શહેરમા એક જ દિવસમાં સો ટકા રસીકરણ થતાં સંસ્થાના ટ્રસ્ટી પ્રતિકભાઈ નાકરાણી તથા કર્મચારી અતુલભાઈ કાનાણી સમેત તમામ શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેણે રસીકરણ માટે કરેલાં પ્રયાસોની શહેરમા ભારે પ્રશંસા થઈ રહી છે. આમ પણ કોરોના સામે રક્ષણ મેળવવા રસીકરણ એ જ શ્રેષ્ઠ ઈલાજ છે. હા, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ વિશાળ જગ્યામાં ફેલાયેલી સંપૂર્ણ શૈક્ષણિક સુવિધા સાથેની ખૂબ નામાંકિત શાળા છે. ખૂબ જ વિનયી, વિવેકી અને વિદ્વાન શિક્ષકોની સાથે સંસ્થાના ટ્રસ્ટી પ્રતિકભાઈ નાકરાણીની સીધી દેખરેખ હેઠળ આ સંસ્થા તમામ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે એક આદર્શ નાગરિકનાં નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમ તો ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ખૂબ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાચાં અર્થમાં અહીં કેળવણી ભણતર સાથે ગણતરનાં પાઠ  શીખી રહ્યા. આમ એક વખત આ શાળાની જાત મુલાકાત લઈ અને શાળાની તમામ પ્રવૃતિઓથી વાફેક તો અવશ્ય થવું જોઈએ..

IMG-20220106-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *