સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરેથી આજે ૧૦૯ મી મહિલા સાજી થતાં તેમના પરિવાર સાથે થયું મિલન સાવરકુંડલા નજીક આવેલ મનોરોગી આશ્રમ માનવ મંદિરે આજથી આઠ માસ પહેલા લાઠી પોલીસ એક મનોરોગી મહિલાને દાખલ કરી ગઈ હતી. જેનું નામ પ્રેમવતી હતું. સમય જતાં દવા, દુવા અને હવાના માધ્યમથી આ મહિલાના માનસિક જીવનમાં પરિવર્તન આવ્યું અને તે મધ્યપ્રદેશની છે તેવું જણાવતાં થોડા દિવસો પહેલાં જ મનોરોગી આશ્રમે ચૂંટણી કામમાં રોકાયેલા બીએસએફના જવાનો માનવ મંદિરે મુલાકાતે આવ્યા હતા અને ભક્તિરામબાપુએ તેમને આ મહિલા મધ્યપ્રદેશની છે તેવું જણાવી તેમની પરિવારની ભાળ મેળવવા મદદ કરવા જણાવ્યું ત્યારે બીએસએફના જવાનોએ મધ્યપ્રદેશમાં વિડીયો અને માહિતી મોકલી તેમજ ત્યાંના લોકલ મીડિયામાં આ ન્યુઝ આવતા તેમનો પરિવાર ગ્વાલિયર નજીકના ગામથી મળી આવ્યો ભક્તિરામ બાપુનો મોબાઇલ નંબર વાયરલ કરતા અનેક ટેલિફોનિક સંપર્કો થયા અને તેમનો પરિવાર તેમની માતા તેમના બે ભાઈ અને તેમના પતિ આજે સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિર આવી આ મહિલાને તેડી ગયા જેમાં સાવરકુંડલા પોલીસની મદદથી તેમને ડોક્યુમેન્ટ તપાસી ભક્તિરામબાપુની ઉપસ્થિતિમાં સોંપવામાં આવી ત્યારે તેમના પરિવારે ગુજરાત પોલીસ અને ભક્તિરામબાપુનો ખુબ ખુબ આભાર માન્યો તેમજ ભક્તિરામબાપુએ પણ ગુજરાત પોલીસ અને બીએસએફના એ જવાનોનો મનોમન આભાર માન્યો અને ૧૦૯ મી આ મનોરોગી મહિલા સાજી થતા તેમના પરિવારને મળી તેનો રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને માનવ મંદિર મનોરોગી આશ્રમનો જે હેતુ છે તે સિદ્ધ થતા પૂ. ભક્તિરામબાપુએ ખુશી વ્યક્ત કરી હતી. આમ માનવ મંદિર મનોરોગી આશ્રમ અનેક સેવકોના સહકારથી અને સહયોગથી ચાલી રહ્યો છે


