Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત કાણકિયા કોલેજ  ખાતે તારીખ ૨૪-૧૨-૨૦૨૨ રાજ્યશાસ્ત્ર વિષયના પ્રોફેસર અને યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન શ્રી. કે. કે. જાની સાહેબની ૩૮ વર્ષની સુદીર્ઘ સેવાઓને સંન્માનવા ભવ્ય અને ગરિમાપૂર્ણ વિદાય સમારંભ યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તા. ૨૪.૧૨.૨૦૨૨નાં રોજ કાણકિયા કૉલેજના રાજ્યશાસ્ત્ર વિષયના પ્રોફેસર અને યુનિવર્સિટીનાં બોર્ડ ઓફ સ્ટડીઝનાં ચેરમેન શ્રી કે.કે.જાની સાહેબનો તેમની 38 વર્ષની સુદીર્ઘ સેવાઓને સન્માનવા ભવ્ય અને ગરિમાપૂર્ણ વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં ચાંપરડાથી પધારેલ શ્રી મુક્તાનંદ બાપૂએ  આશીર્વચન પાઠવ્યા. સમારંભના અધ્યક્ષપદેથી બોલતાં શ્રી ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર (પ્રમુખ, નૂતન કેળવણી મંડળ) એ આગ્રહપૂર્વક શ્રી જાની સાહેબને નિવૃત્તિ પછી પણ આ સંસ્થા તેમજ સાવરકુંડલાનાં વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવા માટે પ્રવૃત્ત રહેવા હાર્દિક અપીલ કરી હતી. હાજર મહાનુભાવોમાં, રાજકોટથી શ્રી ગિજુભાઈ ભરાડ (જાણીતા શિક્ષણવિદ), શ્રી રતિલાલ બોરીસાગર (જાણીતા હાસ્યલેખક, કૉલેજના પૂર્વ-પ્રોફેસર), શ્રી બી.એચ.માલાણી સાહેબ (કૉલેજના પૂર્વ-આચાર્ય), શ્રી બી.એસ. નિમાવત સાહેબ (કૉલેજના પૂર્વ-વાઈસ પ્રિન્સિપાલ) પધાર્યા હતાં. સમારંભમાં વિશિષ્ઠ બાબત એ હતી કે એમની નિવૃત્તિ વેળાએ એમનું સન્માન કરવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હાજરી નોંધપાત્ર હતી. એમાં શ્રી મનોજભાઈ જેઠવા (ઉપસચિવશ્રી, ગુજરાત સરકાર), શ્રી હિતેશભાઈ ગોહિલ (ઉપસચિવશ્રી, ગુજરાત સરકાર), શ્રી ધીરજ બાંભણિયા (ડીવાય.એસ.પી., વડોદરા), શ્રી પલ્લવીબેન બારૈયા (ડેપ્યુટી ડી.ડી.ઓ., ગીર સોમનાથ જિલ્લો), શ્રી રાઘવભાઈ રાનાણી (પૂર્વ-સેક્રેટરી, સાવરકુંડલા નગરપાલિકા), શરદભાઈ પંડ્યા (ઉપપ્રમુખ જિલ્લા ભાજપ, અમરેલી), પાર્થિવભાઈ જોશી (સિન્ડિકેટ મેમ્બર, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી) હાજર રહ્યા હતા, અને, ઉષ્માપૂર્ણ રીતે, જાની સાહેબને શાલ ઓઢાડીને સન્માન્યા હતા. પ્રાસંગિક ઉદબોધનોમાં એમની સાથેનાં ઘણાં સ્મરણો યાદ કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *