સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આવેલ જૂના સબસ્ટેશન પાસે શહેરનો મોટા ભાગનો ટ્રાફિક હોય છે. આમ પણ આ બસ સ્ટેન્ડ શહેરની મધ્યમાં હોય વળી એસ. ટી. ડેપો મહુવા રોડ સ્થિત ઘણો દૂર આવેલ હોય ગામડાથી અવરજવર કરનારો મોટો વર્ગ અહીં જૂના બસસ્ટેન્ડથી મુસાફરી કરતો જોવા મળે છે. આમ તો વર્ષો પહેલાં અહીં જ એસ. ટી. ડેપો હતો પણ સમય કાળે સ્થળાંતર થતાં મહુવા રોડ પર એસ. ટી. ની નવી ઈમારત બંધાતાં ત્યાં આ એસ. ટી વિભાગ દ્વારા ડેપો શિફ્ટ કરાયો. હાલ આ જૂનાબસસ્ટેન્ડ ટ્રાફિકથી ધમધમતું જ હોય છે. એક તો આ જૂનાબસસ્ટેન્ડ પાસે જાહેર યુરિનલ પણ એક જ ખાનાની હોય લોકોને ખાસી મુશ્કેલી પડે છે એમાં પણ આમ તો આ બસ સ્ટેન્ડ એટલે અહીં આવતાં જતાં મુસાફરો માટે એસ. ટી. બસનું સમય પત્રક મૂકવામાં આવે તો આજુબાજુ દુકાન ધરાવતા લોકોને પણ ઘણી રાહત થાય કારણ કે મોટાભાગના મુસાફરો અહીં એસ. ટી. નું સમય પત્રક ન હોવાથી આજુબાજુના કેબિન ધારકો, પાનના ગલ્લાવાળા કે આજુબાજુ દુકાન ધરાવતા વેપારીઓને કઈ બસ ક્યારે આવશે? આવી કે નહીં? વગેરે જેવાં મૂંઝવતાં સવાલ પૂછતાં જોવા મળે છે. પરિણામે આ આજુબાજુના ધંધાવાળા લોકોને પણ પોતાનો વ્યવસાય કરવા સમયે અંતરાય ઊભો થતો હોય તેવું પણ લાગે છે. જો એસ. ટી. વિભાગ દ્વારા અહીં આવતી જતી બસોનું સમયપત્રક લગાડવામાં આવે તો મુસાફરોને પણ રાહત થાય અને આજુબાજુના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ રાહત થાય. આમ પણ આપણે એક શબ્દ તો હમણાં ખૂબ ચલણમાં છે. ઈઝ ઓફ ડુઈંગ.!! એટલે કે બધુ સરળ.!! તો એસ. ટી. વિભાગ આ બાબત ધ્યાને લે એવી લોકલાગણી પ્રવર્તી રહી છે. હા, જો એસ. ટી. તંત્ર ધ્યાન ન આપે અથવા તેના પાસે નિયમાનુસાર કોઈ પ્રાવધાન ન હોય તો સાવરકુંડલાની કોઈ પણ સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે લોકહિત અને લોકકલ્યાણના કાર્યો કરતી હોય તે પણ આ સમય પત્રક ની વ્યવસ્થા કરવાનું ભગીરથ કાર્ય કરી શકે છે. આ તો જનતા માટે સુવિધાનું સેવા કાર્ય જ ગણાય..!!
|
ReplyForward
|
