Gujarat

સાવરકુંડલા શહેરમાં ગોંદરા વિસ્તારમાં આવેલા અન્ન પુરવઠા નિગમનું ગોડાઉન તોકતે ના એક વર્ષ બાદ જૈસે થે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં ગોંદરા વિસ્તારમાં આવેલા અન્ન પુરવઠા નિગમનું ગોડાઉન તોકતે ના એક વર્ષ બાદ જૈસે થે.  આ સરકારી મિલકતનું સમારકામ આટલા લાંબા સમય બાદ પણ થયું નથી..!! વિદ્યાર્થીઓને નાગરિક શાસ્ત્રમાં ભણાવવામાં આવે છે કે જાહેર મિલકતોનું જતન કરવું અને તેને કોઈ પણ જાતનું નુકસાન ન પહોચાડવું. સંલગ્ન તંત્ર પાસે આ ઈમારતની મરમ્મત કરાવવાનો સમય નહીં હોય કે પછી?
———————————————————————
હા, આ અન્ન પુરવઠા નિગમનું ગોડાઉન હતું તોકતે વાવાઝોડામાં ક્ષતિગ્રસ્ત થયેલું આ ગોડાઉન તોકતે વાવાઝોડાના એક વર્ષ કરતાં વધુ સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ આ ઈમારતનું કોઈ સમારકામ થયું હોય તેમ લાગતું નથી. . આમ સરકારી ઈમારત જાણે ધણીધોરી વગરની હોય તેવો ઘાટ સર્જાયો છે. એમ તો નાગરિક શાસ્ત્રમાં જાહેર મિલકતોનું જતન કરવું અને તેને કોઈ નુકસાન ન પહોચાડવું જોઈએ તેવું વિદ્યાર્થીઓને શિખવવામાં આવે છે. પરંતુ અહીં તો આ સરકારી મિલકત પરથી તેની આવી દુર્દશા પરથી વિદ્યાર્થીઓ શું  બોધપાઠ લેશે..? સદરહુ મિલકતનું યુધ્ધના ધોરણે સમારકામ થાય તો વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતાં બોધપાઠ પણ સાર્થક થાય. આવી પરિસ્થિતિમાં આજનો હાઈટેક વિદ્યાર્થી શું શીખ લેશે..!!!
આ ઈમારતની મરમ્મત કરાવી તેનો યોગ્ય ઉપયોગ થાય તે પણ ખૂબ જરૂરી છે. નાની નાની બાબતોમાં પણ સરકારી કે અર્ધસરકારી ઈમારતોનું જતન કરવું એ પણ એક દેશપ્રેમનો જ અતૂટ ભાગ ન ગણી શકાય.?
હજુ આપણે વિકાસની હરણફાળ ભરવાની છે તે યાદ રાખીને પણ નાની નાની બાબતોમાં પણ કાળજી રાખવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *