Gujarat

સાવરકુંડલા શહેરમાં છેલ્લા બે ત્રણ  દિવસથી સવારે ધૂપછાંવ જેવો માહોલ જોવા મળે છે . એક તો દિવાળીના દિવસો એમાં આ પલટી મારતાં મોસમનો મિજાજ..!!

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હવે પ્રકૃતિ પણ પ્રેશર ઉપર જ ચાલે છે. વાતાવરણમાં અચાનક બદલાવ આવતાં આકાશમાં કાળા વાદળો સવારે છવાય છે બપોરે પાછો તડકો .  દિવાળી જેવા તહેવારો દરમિયાન આવું વાતાવરણ લોકો માટે ચિંતાનો વિષય જ ગણાય. ખાસકરીને ખેડૂતો પણ આવા બદલતાં વાતાવરણથી પરેશાન છે. પર્યાવરણીય ક્ષેત્રે આવતા બદલાવની હવે લોકોએ તથા સરકારે પણ ગંભીર નોંધ લેવી પડશે. રેલીઓ અને મેળાવડાઓ યોજવાથી થતાં પર્યાવરણને નુકસાન અંગે એ વિષય પર ખાસ ચિંતન કરવું પડશે.. અને એક ખાસ વાત પક્ષાપક્ષીથી દૂર રહીને હવે પર્યાવરણને શુધ્ધ કરવા માટે સરકારશ્રીએ જ કોઈ ઠોસ અને નક્કર પોલીસી બનાવવી પડશે અને એનું ચુસ્ત પાલન પણ કરવું પડશે. આ બાબતે આંખમિચામણાં નહી ચાલે નહિતર ખૂબ મોડું થઈ જશે
હા વાવાઝોડા કે ભૂકંપ કે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ વિશ્ર્વના કોઈપણ ભાગમાં હોય એ માનવજાત માટે ખતરાની નિશાની તો અવશ્ય કહેવાય. માત્ર એ. સી ડોમ કે એ.સી.હોલમાં સારી સારી ખૂબસૂરત વાતો કરીને પર્યાવરણનું જતન કદીય થશે નહીં એ વાત પણ નિર્વિવાદ છે. સમજ્યા ત્યાંથી સાવધાન એ જ સૂત્રને મનમાં રાખીને પર્યાવરણના જતન અંગે કડક પગલાં લેવામાં આવે તો કદાચ આવા વાતાવરણમાં પલટાથી બચી શકાય.
આખરે પ્રકૃતિ બચશે તો જ માનવજીવન મહેંકશે..આપણે અવારનવાર વાતાવરણમાં હવાના  દબાણ સર્જાયાના સમાચાર વાંચીએ છીએ. ક્યારેક અરબી સમુદ્રમાં દબાણ સર્જાય, તો કોઈ દાડો બંગાળની ખાડીમાં હવાના આ દબાણનું કારણ પૈકી એક કારણ તો હવામાં ભળતાં બેફામ કાર્બનડાયોક્સાઈડ, હાઈડ્રોજન, નાઇટ્રોજન જેવા વાયુઓ પણ હોય છે. હવે તો આપણા પ્રધાનમંત્રી પણ એ. સી. નો પણ સમજપૂર્વક ઉપયોગ કરવાનું કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *