Gujarat

સાવરકુંડલા શહેરમાં જીત એજ્યુકેશન ટ્રસ્ટ નિર્મળનગર, હાથસણી રોડ સાવરકુંડલાના સભ્ય શ્રી જીતેન્દ્રભાઈ રામજીભાઈ મહિડા અને તેની પુત્રી હેત્વીબેન જીતેન્દ્રભાઈ મહિડાએ તેના જન્મ દિવસની કરી અનોખી ઉજવણી. નાનાં બાળકોને કર્યું શૈક્ષણિક કિટ, નાસ્તો અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
તા. ૦૫/૦૪/૨૦૨૨ ના રોજ “જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” નિમૅળનગર હાથસણી રોડ, સાવરકુંડલા જિ.અમરેલીના  સભ્યશ્રી જીતેન્દ્રભાઈ રામજીભાઈ  મહિડા અને તેમની પુત્રી હેતવીબેન જીતેન્દ્રભાઈ મહિડાના જન્મદિવસના રોજ આંગણવાડી નિર્મળનગરના નાના બાળકોને  શિક્ષણ માટેની કિટ વિતરણ (નોટબુક, દેશી હિસાબબુક, પેન્સીલ, રબર, સંચો) તેમજ નાસ્તો અને ચોકલેટનું વિતરણ કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવેલ. આ તકે આંગણવાડી કેન્દ્રના કર્મચારીઓ ભાવનાબેન વાળા અને મનીષાબેન તેમજ નાના બાળકો હાજર રહેલ હતા. બધા જ દ્વારા હેતવીબેન મહિડા ને જન્મ દિવસ ની શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી તેમજ  “જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” નો સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ આભાર માનવામાં આવ્યો. દાતાશ્રીઓનો તેમજ સેવાકિય પ્રવૃતિમાં હાજર રહેલ સભ્યશ્રીઓનો પણ આ તકે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા” સભ્યશ્રી અલ્પેશભાઈ ગોંવિદભાઈ મકવાણાએ પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

IMG-20220405-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *