Gujarat

સાવરકુંડલા શહેરમાં જેસર રોડ સ્થિત આવેલ રેલવે ગરનાળામાંથી હવે રાહદારીઓને અવરજવર કરવી સરળ બની. શહેરીજનોએ રેલવે તંત્રને રજૂઆત કરતાં સમસ્યાનું નિરાકરણ થયું. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમા જેસર રોડ તરફ જવાની ફાટક પાસેના ગરનાળાને લગોલગ એક અંદાજે બે ટન વજન ધરાવતો  પોલ હતો. આ પોલ નમેલો હોવાથી અહીંથી ગરનાળામાંથી પસાર થતાં જેસર રોડ તરફ આવતાં જતાં રાહદારીઓ કે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. આ સંદર્ભે સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઇ મશરૂ, મહામંત્રી ચંદ્રકાન્તભાઈ ભરખડા, સાવરકુંડલા લોહાણા મહાજન અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂ, સાવરકુંડલાનાં નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ સુચક, જેસર રોડ અંજતા આઈસ કેન્ડીના વેપારી હિતેષ જેઠવા અને જેસર રોડનાં જાગૃત નાગરિક મહેશભાઈ સાવલીયા સમેત તમામ શહેરીજનોની આ પોલ સંદર્ભે સાવરકુંડલા રેલવે અધિકારીશ્રીઓને વાસ્તવિક સ્થિતિની રજૂઆત કરી હતી. રેલવે તંત્ર દ્વારા આ બાબતે સહકાર મળતાં આ સમસ્યાનું નિવારણ થયું હતું. આમ શહેરીજનોની અસરકારક રજૂઆત અને રેલવે તંત્રના અધિકારીઓની સંવેદનશીલતાનો સુભગ સમન્વય થતાં જેસર રોડ સ્થિત આ નમેલા પોલનો નિકાલ થતાં રાહદારીઓ અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આ સંદર્ભે ઉપરોક્ત તમામ શહેરીજનોએ રેલવે તંત્રનો સવિનય આભાર પણ માન્યો હતો. આમ ઝડપી અને અસરકારક કામગીરીથી સમસ્યાનું સમાધાન થયું હતું.

IMG-20220105-WA0197.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *