સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના નેસડી રોડ પર તારીખ ૧૮ની કાળી રાત્રે તસ્કરો ત્રાટક્યા. એક રાતમાં ૪ મકાનો અને ૪ લોખંડના કારખાનામાં તસ્કરો ખાબકયા. એમાં પણ તસ્કરોએ એવાં મકાનો જ ઘરફોડ ચોરી માટે પસંદ કર્યાં જેના
મકાન માલિક બહાર ગામ ગયા હતા તસ્કરોનું આ રીતે એક સાથે આટલી મોટી ચોરીની ઘટના તે પણ એક જ વિસ્તારમાં ત્રાટકવું પોલીસ તંત્ર માટે પણ પડકાર જ કહેવાય. લોકો જ્યારે ઘોર નિંદ્રામાં પોઢેલા હોય ત્યારે આવા વિસ્તારમાં ચોર ત્રાટક્યા અને ઘરફોડ ચોરીને અંજામ પણ આપ્યો. આ ચોરી દરમિયાન મળતી વિગતો મુજબ ૫ લાખની રોકડ અને સોના ચાંદીના ઘરેણાં સહિત ૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો. આમ તસ્કરોએ બિન્દાસ રીતે ૪ કારખાના અને ૪ મકાનોમાં ચોરી કરી ફરાર થઈ ગયા. પોલીસ દ્વારા ચોરીની ઘટના અંગે શરૂ કરી તપાસ. તસ્કરોના તરખાટથી સ્થાનિકોમાં ફફડાટ. બસ હવે જાગતે રહો એ સૂત્રને લોકોએ અપનાવવું પડશે. આગામી દિવસો હિંદુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવારોના હોય હવે સાવધાની એ જ ઈલાજ.. જો કે પોલીસ તંત્ર દ્વારા પણ તપાસના સૂત્રો ધમધમતા જોવા મળે છે. જો કે વ્યક્તિ જ્યારે પણ બહાર ગામ જાય ત્યારે થોડી સતર્કતા રાખે એ પણ જરૂરી છે કારણ કે ચોરને ચાર આંખ હોય છે.
