Gujarat

સાવરકુંડલા શહેરમાં નલ સે જલ પરંતુ પાણી ખેંચવાની ઈલેકટ્રીક મોટર હોય તો.. સમગ્ર સાવરકુંડલા શહેરને પૂરા પ્રેશરથી પાણી પુરવઠા વિતરણ કરવામાં આવે એવું આમજનતા ઈચ્છે છે. આ કાળઝાળ મોંઘવારીમાં લાઈટ બિલ ઓછું આવે એ જરૂરી છે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરનાં અમુક વિસ્તારોમાં તો નલ સે જલ આવે ખરૂં પરંતુ પાણી ખેંચવાની મોટર (વોટર પંપ) હોય તો.. તંત્ર દ્વારા લોકોને પૂરતાં પ્રેશરથી પાણી પુરવઠા વિતરણ કરવામાં આવે તે જરૂરી છે. અહીં સગવડતાવાળા લોકો કદાચ પાણી ખેંચવાની ઈલેકટ્રીક મોટર વસાવી શકે અને લાઈટ બિલ પણ ભરી શકે તેવી ક્ષમતા ધરાવતાં હોય, પરંતુ ગરીબ વર્ગના લોકોને આવી કાળઝાળ મોંઘવારીમાં આવું પોસાય ખરું? વાતો તો નર્મદાના નીરની પણ થઈ રહી છે અરે ખુદ નાવલી નદીને પાણીથી ભરવાની થઈ રહી છે ત્યારે આમજનતા  પાણી ખેંચવાની ઈલેકટ્રીક મોટર પંપનો ઉપયોગ કર્યા વગર દરેક ઘરને પાણી પુરવઠો મળે તેવી કોઈ ઠોસ યોજના બનાવી અને તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે અમલમાં મૂકવામાં આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે. સાવરકુંડલા શહેરની એક મુલાકાત લો એટલે લગભગ પાણી વિતરણ વ્યવસ્થા ખાડે હોય એવું ચિત્ર ઉપસી આવતું હોય તેવું લાગે છે. પાણી પુરવઠા મેળવવા માટે મોટરનું હોવું જરૂરી છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *