Gujarat

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા એસ ટી ડેપોના પ્રવેશદ્વાર પર લાગેલું બોર્ડ ગત વાવાઝોડામાં ક્ષતિગ્રસ્ત થયા પછી વાવાઝોડાને દોઢ વર્ષ કરતાં વધુ સમય પસાર થયો છતાં હજુ બોર્ડ નથી મૂકાયું… કદાચ મંજૂરીની પ્રક્રિયામાં હશે…અરે ભાઈ હવે તો વિધાનસભાની ચૂંટણી પણ આવી ગઈ..

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા મહુવા રોડ પર આવેલા એસ ટી ડેપોના પ્રવેશદ્વાર પર લાગેલુ સાવરકુંડલા એસ. ટી ડેપો નામનું બોર્ડ વાવાઝોડામાં ગયું તે ગયું..!!! આ રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો પણ આ ક્યાં શહેરનું એસ. ટી. સ્ટેશન છે? એમ અહીંથી પસાર થતી વખતે વ્યંગમાં કહેતા જોવા મળે છે. તો વળી કોઈ નિર્દોષભાવે પણ જાણવા માંગે છે કે હજુ બોર્ડ કેમ નથી લાગ્યું? આમ તો વાવાઝોડા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલું બોર્ડ છે. વાવાઝોડાની કારમી યાદોને પણ દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો. પરંતુ બાબુશાહીમાં આ એસ ટી ડેપોના પ્રવેશદ્વારના બોર્ડ લગાવવાનું મૂહૂર્ત હજુ પણ આવ્યું નથી.. કે પછી કદાચ  એસ. ટી દ્વારા અહીં ફરીથી બોર્ડ મૂકવા માટે કોઈ ઠોસ આયોજન કરવાની પ્રક્રિયા ચાલી રહી હશે? લોકોના પોતાની માલિકીના ક્ષતિગ્રસ્ત ઈમારતો કે દુકાન, ઓફિસ પર લગાવેલ બોર્ડ તો લોકોએ લગાવી દીધા.. પરંતુ આ તો એસ ટી. ની મિલકત કહેવાય એટલે એમાં ખર્ચ અને આયોજન વગેરેની ઉપરી લેવલે મંજૂરી લેવામાં થોડી વાર તો લાગે’ને? એવું હશે? હજુ સુધી સત્તાધીશોને આ વાત ધ્યાનમાં નહી આવી હોય કે પછી??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *