Gujarat

સાવરકુંડલા શહેરમાં મેઇન બઝાર અને સંઘેડિયા બઝારને જોડતા નાવલી નદી પર આવેલા પુલની બંને બાજુ રેલીંગ નથી.. તંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે રેલીંગ ફીટ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા મેઈન બઝાર અને સંઘેડિયા બઝારને જોડતો નાવલી નદી પર આવેલા પુલની બંને બાજુ રેલીંગ નથી જોવા મળતી. સામાન્ય રીતે પુલ પર રેલીંગ હોય એ જરૂરી છે. આ સંદર્ભે સાવરકુંડલા શહેરના સલંગ્ન તંત્ર દ્વારા કોઈ દુર્ઘટના બને એ પહેલાં પુલની બંને બાજુ રેલીંગ બને એ ખૂબ આવશ્યક છે. નાની એવી બેદરકારી પણ ઘણી વખત મોટી દુર્ઘટના સર્જી શકે છે એ વાતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગતિશીલ નિર્ણય લઈને રેલીંગ ફીટ કરવામાં આવે તે સમયની માંગ છે. વળી આ વિસ્તારમાંથી શિવાજીનગર, જલારામ મંદિર, સ્વામિનારાયણ મંદિર તરફ જવાનો માર્ગ હોય ટ્રાફિકથી સદાય ધમધમતો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *