સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં નવા અંગ્રેજી વર્ષના મંડાણ બિલકુલ ધાબડિયા વાતાવરણથી થયાં આજ સવારથી મોસમનો મિજાજ વારંવાર બદલતો જોવા મળેલ. વહેલી સવારે વાતાવરણ ઝાકળિયું જોવા મળેલ. છેક બપોર સુધી વાતાવરણમાં સૂર્ય પ્રકાશની ઝાંખપ જોવા મળી રહી હતી તો વળી જેમ જેમ સાંજનો સમય થતાં આ વિસ્તારમાં સૂર્યનારાયણ વાદળોમાં લપાંતાં છૂપાતાં જોવા મળ્યાં. આમ બદલતાં મોસમની તાસીર પ્રમાણે લોકો પણ હવે એ નક્કી નથી કરી શકતા કે આ કઈ ઋતુ કહેવાય. રાત્રે તાપમાન ગગડીને નીચું જતું જોવા મળતાં અને કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે લોકો વર્ષનાં અંતિમ દિવસની થર્ટી ફર્સ્ટ નાઈટની ઉજવણી પણ મનભરીને ન કરી શક્યા. હા, છતાં પણ શહેરનાં કોઈ કોઈ સ્થળે રાત્રે બાર પછી ફટાકડાં ફુટવાનાં અવાજો જરૂર સંભળાતા જોવા મળેલ. તો કોઈ કોઈ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં એટલાં મશગુલ હતા કે પોતાના ફોન પણ ક્યારે સ્વીચ ઓફ થયાં તેનું પણ ઘ્યાન ન રહ્યું હોય તેવું લાગતું હતું.

