સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અધ્યાપક કર્મચારીઓના જૂની પેન્શન યોજના, કાયમી રક્ષણ જેવા અનેક પ્રશ્નોના વિરોધમાં સમગ્ર રાજ્યના કર્મચારીઓ આજે ૧લી એપ્રિલને બ્લેક ડે તરીકે ઉજવે છે આ સંદર્ભે સાવરકુંડલાની કાણકિયા આર્ટસ અને કોમર્સ કોલેજ પણ જોડાઈ હતી જેમાં સ્થાનિક અધ્યાપક મંડળના પ્રમુખશ્રી પ્રો. કે.કે જાની તેમજ ડો.પટોળીયા ડો.ચૌહાણ ડો.પરમાર તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવેલ તેમ કેતન પંડ્યાની યાદીમાં જણાવાયું છે.


