Gujarat

સાવરકુંડલા શહેરમાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત કે.કે.હાઈસ્કૂલ તથા એ.કે.ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલમા  સ્વતંત્રતા દિવસની  શાનદાર  ઉજવણી કરવામા  આવી.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આ કાર્યક્રમની શરૂઆત  શાળાના સિ.શિક્ષક  શ્રી જયંતિભાઈ પટેલના હસ્તે  ધ્વજ  લહેરાવી કરવામા આવેલ.  ત્યારબાદ  મંચચસ્થ મહાનુભાવોનુ પુષ્પગુચછથી  શાળાના આચાર્ય  શ્રી જે.ટી.ખડદિયાએ સ્વાગત  કરેલ  હતુ. પ્રસંગોચિત ઉદબોધન  કરતા  શહીદોની વિરગાથાને યાદ કરી રાષ્ટ્રીય શાયર શ્રી  ઝવેરચંદ  મેઘાણીએ  ભગતસિંહ, રાજ્યગુરુ ,સુખદેવને જે શ્રધ્ધાંજલી આપી તે ગીતની પંક્તિ-વિરા મારા પંચ રે સિંધુને  સ્મશાન  રોપાણા  ત્રણ  રુખડા હો..જી. ગીત ગાયેલ.  ધોરણ-૧૧-સાયંસની વિદ્યાર્થીનીઓએ  સુંદર ક્રાન્તિગીત એક્શન  સાથે રજુ કરેલ . ધોરણ-૧૨ આર્ટ્સની  વિદ્યાર્થીની સુહાની ઝાખરા એ ક્રાન્તિગીત  એક્શન સાથે રજુ  કરેલ .આ કાર્યક્રમને  સફળ  બનાવવા  શાળાના  શિક્ષકમિત્રો શ્રી  ગોંડલિયા સાહેબ, વાળા સાહેબ, ભોરાણીયા સાહેબ, ભારતીબેન, ગુજરીયા સાહેબ  ,તૃપ્તિબેન, ચાવડા સાહેબ, કડછા સાહેબ, પરમાર સાહેબ, માનજરીયા સાહેબ,પ્રકાશભાઈ પટેલ સમેત તમામ સ્ટાફગણે  જહેમત ઉઠાવેલ  હતી.આ કાર્યક્રમનુ  સુંદર  સંચાલન  શ્રી જાગૃતભાઈ  દવે  એ કરેલ હતુ.

IMG-20220817-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *