Gujarat

સાવરકુંડલા શહેરમાં સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ગણપતિ બાપાના આગમન શાહી સવારીની ભવ્ય શોભાયાત્રા નીકળી.. ભાવિકોએ દર્શનનો લાભ લીધો. શહેરના વિવિધ વિસ્તારોમાં ભાવિકો દ્વારા ગણેશજીની સ્થાપના પધરામણી ભારે ઉમંગ, ઉત્સાહ અને શ્રધ્ધા અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવેલ 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
 સાવરકુંડલા શહેરમાં સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ગણપતિદાદાનું શાહી આગમન. ગઈકાલે બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં નાયરા પેટ્રોલ પંપ અમરેલી રોડથી ૧૦૧ ગાડી અને રાજુલા શહેરના પ્રખ્યાત શિવ ડી. જે. સાથે અને નાસિક ઢોલના તાલે મહારાજાની ભવ્ય શોભાયાત્રા નીકળી. અમરેલી રોડથી રજકાપીઠ મેઇન બઝાર, દેવળા ગેઈટ, નેસડી રોડ ચાર રસ્તા મણીભાઈ ચોક અને જે. વી. મોદી હાઈસ્કૂલના ભવ્ય પટાંગણમાં ગણપતિ બાપાની પધરામણી ભારે દબદબા અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં થઈ. સમગ્ર શોભાયાત્રા દરમિયાન ભક્તોએ બાપાના દર્શનનો લાભ લીધો અને ગણપતિ બાપાના આગમનનું હ્રદય પૂર્વક સ્વાગત કરતાં જોવા મળેલ. અબીલ ગુલાલની છોળો વચ્ચે બાપાની સવારીનો શાહી ઠાઠના દર્શન કરવા એ પણ એક અલભ્ય લ્હાવો છે. સમગ્ર શોભાયાત્રા દરમિયાન પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં તહેનાત રહેલો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *